કેમેરાની આંખે

જિલ્લાનો પરિચય

બનાસકાંઠા જિલ્લો
—  જિલ્લો  —
બનાસકાંઠા જિલ્લોનુ
ગુજરાત અને ભારતમાં સ્થાન

અક્ષાંશ-રેખાંશ ૨૪°૧૦′૨૩″N ૭૨°૨૫′૫૩″E
દેશ ભારત
રાજ્ય ગુજરાત
તાલુકો અમીરગઢ, કાંકરેજ, ડીસા, થરાદ,
દાંતા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા,
પાલનપુર, ભાભર, વડગામ, વાવ

મુખ્ય મથક પાલનપુર

જિલ્લા ક્લેક્ટર જે.જી.હિંગરજીયા

વસ્તી
• ગીચતા
૩૧,૨૦,૫૦૬ (૨૦૧૧)
• ૩૦૦ /km2 (૭૭૭ /sq mi)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)

વિસ્તાર ૧૦,૪૦૦ ચોરસ કિલોમીટર (૪,૦૦૦ ચો માઈલ)

જાળસ્થળ banaskantha.gujarat.gov.in
બનાસકાંઠા એ ગુજરાતનો સૌથી ઉત્તરે આવેલ જિલ્લો છે. પાલનપુર તેનું મુખ્યમથક છે. બનાસકાંઠા જિલ્લો અંબાજી (યાત્રાધામ), ડીસા (બટાકા માટે પ્રખ્યાત, વેપારી મથક), પાલનપુર (મુખ્ય મથક, હીરાઉધોગનું કેન્દ્ર) માટે પ્રખ્યાત છે. બનાસ નદી ઉપરથી આ જિલ્લાનું નામ બનાસકાંઠા પડેલ છે.

બનાસકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ

ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓ
વર્ષ ૨૦૧૩માં ઉપરના ૧૨ તાલુકાઓ ઉપરાંત અન્ય બે તાલુકાઓ સૂઈગામ અને લાખાણી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતી અખબાર દૈનિક ભાસ્કરે જણાવ્યા મુજબ ૧૫ ઓગસ્ટ ૨૦૧૪ સુધીમાં આ તાલુકાઓ અસ્તિત્વમાં આવી જવા જોઈતા હતા[૧] પરંતુ તે તારીખના એક સપ્તાહ પછી પણ બનાસકાંઠા જિલ્લા પંચાયતના જાળસ્થળ પર ફક્ત ૧૨ જ તાલુકાઓનો ઉલ્લેખ છે[૨]. વાવ તાલુકાની કુલ વસતી ૨,૪૪,૭૧૫ છે જેમાંથી પ૦ ગામોની કુલ ૯૬૩૯૬ની વસતીનો સુઈગામ તાલુકામાં સમાવેશ કરાયો છે[૧]. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ૪૦ ગામ, થરાદ તાલુકાના ૧૬ ગામ અને દિયોદર તાલુકાના ૯ ગામ મળીને કુલ ૬૫ ગામોની કુલ વસતિ ૧,૩૭,૮૯૯ની હશે. આમ ત્રણેય તાલુકાઓમાંથી ૬૫ ગામડાઓને નવા અસ્તિત્વમાં આવનાર લાખણી તાલુકામાં ભેળવાયા છે[૧].

સુઈગામ તાલુકામાં સમાવેશ થનારા ૫૦ ગામ

  • વાવ તાલુકાનાં ગામો: ચાળા, ધનાણા, બેણપ, મોતીપુરા, રડોસણ, મેઘપુરા, કોરેટી, ભરડવા, સૂઇગામ, જલોયા, દેવપુરા(સુ), નડાબેટ, એટા, લાલપુરા, કલ્યાણપુરા, રડકા, ભટાસણા, રામપુરા, ખડોલ, કુંભારખા, સેડવ, ઉચોસણ, નવાપુરા, જોરાવરગઢ, ઘ્રેચાણા, ડાભી, હંગળા, દુદોસણ, મોરવાડા, લીંબુણી, દુધવા, રાજપુરા, માધપુરા, મસાલી, સોનેથ, ગરાંબડી, કટાવ, વાઘપુરા, હરસડ, બોરૂ, પાડણ, ગોલપ, નેસડા(ગો), કાણોઠી, જેલાણા, મમાણા, લીંબાળા, ભાટવરવાસ, ભાટવરગામ, ખરડોલ.

લાખાણી તાલુકામાં સમાવેશ થનારા ૬૫ ગામ

  • ડીસા તાલુકાનાં ગામો : લાખણી, વાસણા(વા), માંણકી, આગથળા, ચિત્રોડા, વકવાડા, ધરણવા, સેરગઢ, કાતરવા, નાનાકાપરા, ગામડી, જાકોલ, મટુ, મોટા કાપરા, સેકરા, ડેકા, ધ્રોબા, ઘાંણા, જડીયાલી, ધુણસોલ, ભાકડીયાલ, કોટડા, વાસણા(કુ), જસરા, મોરાલ, ડોડાણા, ખેરોલા, કમોડા, કમોડી, દેવસરી, સરત, નાંણી, વરનોડા, ગોઢા, પેપળુ, ભાદરા, તાલેગંજ, ઘરનાળ મોટી, બલોધર.
  • થરાદ તાલુકાનાં ગામો : અસાસણ, પેપરાળ, ગેળા, મોરીલા, ગણતા, સેદલા, ટરૂવા, લાલપુર, ડોડીયા, દેતાલ(ડુવા), ભીમગઢ, આસોદર, દેતાલ(દરબારી), મડાલ, જેતડા, લુણાવા.
  • દિયોદર તાલુકાનાં ગામો : ડેરા, વજેગઢ, કુંવાણા, લવાણા, અછવાડીયા, ચાળવા, મખાણું, મકડાલા, લીંબાઉ.
હાલે ઉ૫ર મુજબ બંન્ને તાલુકા કાર્યરત છે.

મુખ્ય નદીઓ

પર્વતો

  • અરવલ્લી
  • જાસોરની ટેકરીઓ